Friday, September 25, 2026

અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. જી હા…ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્કૂલ વર્ધી વેન અને રીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેના લીધે ચોક્કસથી વાલીઓની મુશ્કેલી વધશે.એસોસિએશન દ્વારા મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. એક વર્ષથી રજૂઆતો કરવા છતાં પાર્સિંગ પ્રક્રિયા ન કરાઈ અને રાજકોટની ઘટના બાદ વિભાગ જાગ્યું હોવાનું એસોસિએશનનું કહેવું છે.

સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતાં અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. જોકે, વાલીગણે સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ વાહન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને આજે (રવિવાર) એસોસિએશનની એક બેઠક હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ હતી.

અત્યારે જ્યારે અમદાવાદમાં 15 હજાર અને રાજ્યમાં 50 હજાર જેટલા સ્કૂલ વાહનો છે, તેવામાં અમદાવાદમાં માત્ર 800 જેટલા વાહનોને જ હજુ પરમિટ મળી છે. આવામાં 18 તારીખથી RTO ઝુંબેશ ચલાવવાનું છે, તે પહેલાં જ સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય લીધો છે કે, 18 તારીખથી તેઓ સ્કૂલ વાહન નહીં ચલાવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...