Friday, September 25, 2026

અમદાવાદની આ શાળાઓમાં વિધાર્થીઓને વિશેષ પદ્ધતિથી યોગનું અપાયું માર્ગદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી યોગની તાલીમ આપી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.

યોગદિવસની ઉજવણી સમગ્ર દેશમાં વિવિધ યોગશિબિર દ્વારા વ્યક્તિગત, સામુહિક તથા સંસ્થાગત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નવરંગપુરામાં આવેલ SVS ઇંગ્લિશ સ્કૂલ અને નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર (વાડી) સ્કૂલે ‘લાઈટ ચેનલિંગ મેડિટેશન’ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક દ્વારા બાળકોને સરળતાપૂર્વક તેમની યાદશક્તિ, એકગ્રતા અને ગ્રહણશક્તિના માપદંડ વધારવા વિશેષ પદ્ધતિથી યોગનું માર્ગદર્શન અપાયું હતું. નકારાત્મક વિચારધારાને તિલાન્જલી આપીને સકારાત્મક અભિગમ કેળવવાની કલા આ યોગ શિબિરનો પ્રાણમંત્ર બનીને રહી.તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં માનસા ફાઉન્ડેશન (બેન્ગલુરુ) સંસ્થાના સ્વયંસેવક હજારો વિદ્યાર્થીઓ અને અસંખ્ય લોકોને યોગની નિઃશુલ્ક તાલીમ આપી છે. યોગનું મહત્વ સમજાવી રહ્યા છે.

21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ અને આ દિવસની ઓળખનો જન્મ પણ ભારત દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી થયો છે. યોગ એ ભારત ભૂમિએ ભેટ આપેલ વરદાન છે અને આજે તે માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં યોગદિનના માધ્યમથી પ્રચાર અને પ્રસાર પામી રહેલ છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...