Tuesday, July 28, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ, AMC સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલ બની ‘સ્માર્ટ’

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. AMC સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા ગાંધીનગર લોકસભામાં અંતર્ગત આવતી નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા, વેજલપુર સહિતની વિધાનસભાઓમાં આવેલી કુલ 30 જેટલી સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વસ્ત્રાપુર ખાતે આવેલી સરકારી વસાહત સ્કૂલ અને નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની મુલાકાત લીધી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યુ હતુ. AMC સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનુ સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર કરાયુ છે. આ સ્માર્ટ સ્કૂલોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંબોધતા જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણી પછી પ્રથમવાર ગુજરાત આવ્યો છું. સાંસદ અને મંત્રી બન્યા પછી પહેલો કાર્યક્ર્મ ગરીબ બાળકો માટેનો છે. ગુજરાતે ફરી એકવાર 26માંથી 25 સીટો આપી જે બદલ જનતાનો ખૂબ આભાર માનું છું. ગાંધીનગર મત વિસ્તારના સૌ મતદારોનો મારી અને પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ ઋણી રહીશ. સૌથી શ્રેષ્ઠ લોકસભા બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેમ શાંતિથી બેઠા છો? ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસના કામો શરૂ થઇ ગયા છે. AMC સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલોનું આજે કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થશે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓએ ટક્કર મારે એવી છે. હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. આ સ્માર્ટ સ્કૂલો બનવાથી 10,000 વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે શિક્ષણ મળશે. ગાંધીનગર લોકસભામાં 69 જેટલી સ્માર્ટ સ્કૂલો બની જતાં 34200થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણનો લાભ મળશે.

આ ઉપરાંત અમદાવાદમાં અમિત શાહે વસ્ત્રાપુરમાં સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ સ્કૂલોની મુલાકાત બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...