Wednesday, March 11, 2026

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 108 કળશ સાથે જળયાત્રા યોજાઈ, 15 દિવસ મોસાળમાં રોકાશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે જગન્નાથ ભગવાનની જળયાત્રા નિકળી. જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો. પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીની જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી. જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુનો જળાભિષેક કરાતો હોવાથી આ વિધિને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે.

આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતેગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. આ જળથી ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

ભગવાન જગન્નાથે ગજવેશ ધારણ કર્યો છે, દર્શન થતાની સાથે જ મંદિર ‘જય રણછોડ માખણચોર’નાં નાદથી ગુંજી ઊઠ્યું છે. બાદમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી.આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈનસહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...