Friday, May 1, 2026

જુના વાડજ સર્કલ પાસે અકસ્માત, કાર લઈને નીકળેલા વૃદ્ધે કાબૂ ગુમાવતા 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં જુના વાડજ સર્કલ તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ થલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા 73 વર્ષીય રમણ પટેલ પોતાની MG એસ્ટર કાર લઇને સોરાબજી કમ્પાઉન્ડથી જુના વાડજ સર્કલ દશા માતાના મંદિર પાસે સાંજે ઓ‌વરસ્પીડમાં આવતા હતા ત્યારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા 3 ટુ-વ્હીલર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં ત્રણ મહિલા સહિત છ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 55 વર્ષીય ભોગીલાલને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય અલકાબેન પરમાર, 80 વર્ષીય નર્મદાબેન સવદરિયા અને 40 વર્ષીય જાનકીબેન પરમાર આ ઉપરાંત અન્ય બે અજાણ્યા પુરુષો હાલ સારવાર હેઠળ છે. જો કે, બનાવ સ્થળે ટ્રાફિક ACP સહિતની ટીમ પહોંચી હતી અને કાર ચાલક રમણ પટેલની અટકાયત કરવામાં આવી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગીલાલ પરમાર નામના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી હતી. પોલીસ તપાસ મુજબ, કારચાલકની ઓળખ થલતેજમાં રહેતા 73 વર્ષિય રમણ પટેલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...