Saturday, June 27, 2026

ઇસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલની જેગુઆર કાર ખોટી સહી કરીને કોઈ છોડાવી ગયું? પોલીસે કર્યો મોટો ખુલાસો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલ આજે ચર્ચામાં છે, ઘણા અખબારોમાં અને ટીવી ચેનલોમાં એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે કે બેફામ રીતે કાર હંકારી અકસ્માત સર્જનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાં ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના અહેવાલ પ્રકાશિત થતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે.

મીડિયામાં આ પ્રકારના અહેવાલો પ્રકાશિત થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.’ આ સાથે જ પોલીસે એક તસવીર પણ પોસ્ટ કરી છે. જેમાં લખેલું છે કે, આજરોજ વિવિધ સમાચારપત્રો અને સોશિયલ મિડિયામાં વહેતા થયેલ સમાચાર ખોટા હોય. અફવામાં ધ્યાન આપવું નહીં.

નોંધનીય છે કે, મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો પ્રમાણે, ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી ગયો હતો. જગુઆર કારના મૂળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેતા કાર કોઇ અજાણી વ્યક્તિ છોડાવી ગયું છે. જોકે, આ પ્રકારના અહેવાલો બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ખુલાસો કરતાં જણાવ્યું કે, કાર હાલ પોલીસ કબ્જામાં છે.

ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલે જે કાર દ્વારા અકસ્માત સર્જ્યો હતો તે જગુઆર કાર મૂળ ક્રીશ વારિયા નામના વ્યક્તિની છે. જ્યારે આગામી સમયમાં ચાર્જફ્રેમ થવાનો છે, તે પહેલા આવા અહેવાલો સામે આવતાં ખળભળાટ થયો હતો અને છેવટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...