Tuesday, September 22, 2026

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, 18 ગજરાજ, 101 ટ્રકમાં સહિત વિવિધ આકર્ષણો મળશે જોવા

spot_img
Share

અમદાવાદ : હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી…. આગામી ૭મી જુલાઈના દિવસે અમદાવાદ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિકળવાની છે. આ રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે, 101 ટ્રક માં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.

રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ મહા ભોગ ધરાવવામાં આવશે. સવારે 5 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવશે. આંખેથી પાટા ખોલ્યા બાદ સવારે 5.45 વાગ્યે ભગવાન રથમાં આરૂઢ થશે. 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથયાત્રાનો આરંભ કરાવશે.

ભવ્ય રથયાત્રામાં કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડબાજા સાથે રહેશે. 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જેન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી રથયાત્રામાં આવશે. 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ ,500 કિલો કેરી, 400 કિલો કાકડી ,દાડમ પ્રસાદી ભક્તોને વહેંચવામાં આવશે.

રથયાત્રામાં ટ્રક, ભજનમંડળીઓ, અખાડા-કરતબબાજો અને રથ જોડાતા હોય છે. ત્યારે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અખાડાઓ-કરતબબાજો. રથાયાત્રામાં અનેક અખાડાવાળા અને કરતબબાજો જોડાતા હોય છે. ત્યારે અખાડાઓ અને કરતબબાજો અલગ અલગ સ્ટંટ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.

આ અગાઉ પાંચ જુલાઈના રોજ નેત્રોત્સવ પુજન વિધી, ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવશે. 6 જુલાઈના ભગવાનને સોનાવેશના શણગાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરના પ્રાંગણમા રથ પ્રતિષ્ઠા કરવામાં આવશે.સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...