Thursday, September 24, 2026

લો ગાર્ડન પાસે આંગડિયા 40 લાખની લૂંટનો મામલો, ક્રાઈમ બ્રાન્ચે 400 CCTV ફંફોળીને 2 આરોપી ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના લો ગાર્ડન પાસે 10 જુલાઈએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને 40 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. લૂંટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.આરોપીઓએ ચોરી કરેલા એક્ટિવાનો કલર બદલીને લૂંટને અંજામ આપ્યો હતો. જાન્યુઆરી 2023માં જમાલપુરમાં થયેલી લૂંટના ગુનાને પણ અને એલિસબ્રિજમાં થયેલી લૂંટમાં આરોપીની બાઈક ચલાવવાની સ્ટાલઈથી ઉકેલવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના લો ગાર્ડન પાસે ગત 10 જુલાઈના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રોકડ રકમની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 400 જેટલા CCTV ફંફોળી લુંટને અંજામ આપનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારી રિક્ષામાં બેસીને રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા બે શખ્સોએ આંખમાં મરચાની ભૂકી ભભરાબરને ફાયરિંગ કરી રોકડ ભરેલો એક થેલો લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રોકડ રકમ કબજે કરી છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી જાવેદ વર્ષ 2023માં 28 લાખની આંગડિયા લૂંટ પણ કરી ચૂક્યા છે. જે ગુનામાં પકડાયો ન હતો. તે 28 લાખ તેણે બીટકોઈનમાં નાખ્યા હતા. પરંતુ તે કંપની ફ્રોડ નીકળી હતી. આ લૂંટમાં તેની સાથેના આરોપી જફરને માત્ર 1 લાખ આપ્યા હોવાની વાત સામે આવી છે.આરોપીની ધરપકડથી એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

નોંધનીય છે કે આરોપીએ આ લુંટની રકમને પોતાના સાસરિયામાં એટલે કે યુપીના ઝાંસીમાં મોકલવાનો હતો. પરંતુ આરોપી લૂંટની રકમ સાસરિયાંમાં મોકલે તે પહેલા પકડાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓને એલિસબ્રીજ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આરોપીને દેવું કેમ થયેલ કારણ કે 3 લાખ દેવામાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. તેની પણ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...