Thursday, September 24, 2026

અમદાવાદીઓ ધ્યાન આપો..! આજે રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ, સ્કૂલ વર્દીની રિક્ષાઓને છૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જશે. શહેરની જીવાદોરી સમાન અઢી લાખ રિક્ષાનાં ચાલકો આજે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. રિક્ષાચાલકો સાથે શહેરનાં 80 હજાર ટેક્સી ડ્રાઇવરો પણ આંદોલનમાં જોડાશે. જણાવી દઈએ કે, સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવાની માગ સાથે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો હડતાળ પર ઉતરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે એટલે બુધવારે સવારે 6 વાગ્યાથી અઢી લાખ રિક્ષાચાલકો અને 80 હજાર જેટલાં ટેક્સી ડ્રાઇવરો મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. આ કારણે શહેરમાં ઓટોરિક્ષા અને ટેક્સી સર્વિસ બંધ રહેશે. આ આંદોલનનાં કારણે આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરો અને અન્ય શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો કે, રિક્ષાચાલકોની એક દિવસની પ્રતિક હડતાળમાં સ્કૂલ વર્દીની રિક્ષાઓને છૂટ આપવામાં આવી છે. ગાંધી ચિંધ્યા માર્ગે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો એક દિવસનું આંદોલન કરશે. જો સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લેતો આંદોલન લંબાય તેવી શક્યતા છે.

ચાલકોના જણાવ્યા પ્રમાણે સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવા માંગ સાથે રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ સમસ્યાને લઇ હડતાલ કરવામાં આવી રહ્યા હોવા છતાં એપ્લિકેશન કે સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે આવતીકાલે પણ સરકાર દ્વારા કોઇ પગલા ભરવામાં નહીં આવે તો આ આંદોલને મોટુ રૂપ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...