Friday, May 1, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી, ઓનલાઇન ફૂડના શાકમાંથી નીકળી ઇયળ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. AMCએ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર, અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં કોર્પોરેટર ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો.

ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા. જો કે આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે મ્યુ કોર્પોરેશનમાં (AMC) ઓનલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે અન્ય કોઈ લોકો આવો કોઈ ફરી એકવાર ભોગ ન બને. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...