અમદાવાદ : રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની એક્સ્ટ્રા 200 દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રક્ષાબંધનના તહેવારને ચાલુ વર્ષે એસટી નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના ડિવીઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રક્ષાબંધન નિમિત્તે તારીખ 17 થી 20 ઓગસ્ટ સુધી 6,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવી GSRTC દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જન્માષ્ટમી નિમિત્તે તારીખ 24 થી 27 ઓગસ્ટ સુધી 5,500 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે તેવો GSRTC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોના બહોળા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત વર્ષે પણ 6,000 જેટલી ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેના કારણે ત્રણ લાખથી વધુ મુસાફરો નોંધાયા હતા અને ત્રણ કરોડથી વધુની આવક થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે પણ તેમાં 500થી 700 ટ્રીપનો વધારો કરી વધારાની બસો દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ લાખોની સંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરશે. જેથી સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે. જે રૂટ પર વધુ ટ્રાફિક હોય તે રૂટ પર એક્સ્ટ્રા દોડાવવી. જેથી પેસેન્જર સમયસર વતન પહોંચી શકે.


