Saturday, May 2, 2026

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર ટાવર ક્રેઇનના વપરાશ પહેલા સેફટી સર્ટીફીકેટ લેવાના રહેશે, નવી SOP જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેઈનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ લગાવવી પડશે. ટાવરક્રેઈનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત,સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની સલામતીની જવાબદારી ક્રેઈન સંચાલક,માલિક તથા ડેવલપર્સની રહેશે.AMC દ્વારા આ અંગે SOP જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં બાંધકામ સાઈટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. બાંધકામ કરનાર ડેવલપર્સ દ્વારા બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેઈનનો ઉપયોગ થાય છે. આ બાબતને ધ્યાનમાં લઈ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકામાં ટાવર ક્રેઈનના ઈન્સ્ટોલેશન, ઓપરેશનની કામગીરી સાથે સંકળાયેલા મજૂરો, આજુબાજુની મિલકતો,નાગરિકો તેમજ વાહનોની જાહેર સલામતી જળવાય એ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે.

એસ્ટેટ વિભાગ ઘ્વારા બાંધકામની વિકાસ પરવાનગી અપાયેલ હોય અને બાંધકામની કામગીરી માટે કન્સ્ટ્રકશન સાઈટ પર સ્થળે કોઇ પણ પ્રકારની ટાવર ક્રેઈન ઈન્સ્ટોલેશન/ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં કન્સ્ટ્રકશન માટેની ટાવર ક્રેઈન ઇન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ 1948 મુજબ સેફટી રિપોર્ટ અને સેફ્ટી સર્ટિફિકેટ રજાચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.

માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર ક્રેઈનના ઇરેક્શન, હાઈટ ડિસમેન્ટલ અને ઓપરેશન અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેઈનના ટેકનીકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઇઝિંગ એન્જિનીયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે તથા ટાવર ક્રેઈન અને તેના પાર્ટસની સલામતીના રિપોર્ટ રજૂ કરવાના રહેશે.

ટાવર ક્રેઈનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત તથા સંલગ્ન રસ્તા પરથી પસાર થતા લોકોની જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની તથા સલામતીની સંપૂર્ણ જવાબદારી ટાવર ક્રેઈન સંચાલકો તથા માલિક/ ડેવલોપર્સની રહેશે.ટાવર ક્રેઈનનો ઉપયોગ પ્લોટ હદની બહાર થતો હોય તેમજ કામગીરી દરમિયાન ટ્રાફિકને અસર થાય તેમ હોય તો જરૂર જણાવે પોલીસ કલીયરન્સ મેળવી લેવાનું રહેશે,

ઓવરહેડ ઇલેકટ્રીક લાઈન, હાઈ ટેન્શન મીડ લાઈન, ઓઈલ/ ગેસ વિગેરે પાઈપલાઈનોથી નિયત કન્ટ્રોલલાઈન મુજબનું સલામત અંતર જાળવીને ટાવર ક્રેનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન કરવાનું રહેશે. ટાવર ક્રેઈનના ઉપરના ટોચનાં ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઈટ જોગવાઈ કરવાની રહેશે.તથા વખતો વખત તેનું ચેકીંગ કરવાનું રહેશે. ટાવર ક્રેઈન અંગે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સલામતી અંગે જરૂરી કોર્ડન/સલામતીની સંજ્ઞાઓ (સાઈનેજ) વિગેરેનું સ્થળે ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...