29.9 C
Gujarat
Thursday, November 21, 2024

અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે: આ રહેશે વૈકલ્પિક માર્ગો

Share

અમદાવાદ : શહેરના શાહીબાગ અંડરપાસ 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી બંધ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા દરમ્યાન સમારકામ અને જાળવણીના કામ હેતુ ટ્રાફિક માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ માટે વૈકલ્પિક માર્ગો આ મુજબ રહેશે.

દિલ્હી દરવાજા તથા સુભાષબ્રીજ ઉપરથી આવતો ટ્રાફિક કે જેને એરપોર્ટ-ગાંધીનગર તરફ જવું છે તે વાહનો સુબાષબ્રીજના છેડે શિલાલેખ ફ્લેટ થઇ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રિવરફ્રન્ટ માર્ગ ડફનાળા થઈ એરપોર્ટ તેમજ ગાંધીનગર તરફ જઇ શકાશે.

એરપોર્ટ-ગાંધીનગર તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઇ શકાશે. તેમજ અસારવા,ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઇ મહાપ્રજ્ઞજી બ્રીજનો ઉપયોગ કરી મુખ્ય માર્ગો તરફ જઇ શકાશે.

ગીરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક જે જેને ગાંધીનગર, એરપોર્ટ તરફ જવાનું છે તે ટ્રાફિક શાહીબાગ થઈ અનેક્ષી, ગાયત્રી મંદીર થઇ આર્મી કેન્ટોનમેન્ટ થઇ એરપોર્ટ તેમજ ઇન્દીરાબ્રીજ ગાંધીનગર તરફ જઈ શકાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles