Wednesday, July 22, 2026

અમદાવાદમાં ‘લાલ પ્લેટવાળી’ ફોર્ચ્યુનર કારને રોકતાં 2 કરોડથી કિંમતની બનાવટી ચલણી નોટોનો કાંડ ખુલ્યો!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાતે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી નોટો સાથે કેટલાક લોકો ગાડીમાં અમરાઇવાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. અમરાઇવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કાર પસાર થઇ રહી હતી, ત્યારે તેને રોકીને તપાસ કરતાં કારમાં એક મહિલા સહિત છ લોકો સવાર હતા. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે છ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ નોટો 500ના દરની છે. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી ગાડીમાં આ નોટોની હેરાફેરી થતી હતી. નોટોની હેરાફેરી માટે આયુશ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. આ સાથે ગાડી પર “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” પણ લખેલું જોવા મળે છે.

કારમાં તપાસ કરતાં રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેની ગણતરી કરતાં આશરે 2 કરોડ અને 10 લાખની નકલી ચલણી નોટો મળી આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ચલણી નોટોના તાર સુરત સુધી લંબાયેલા છે. એટલે કે સુરતમાં નકલી નોટો છાપીને તેને અમદાવાદ ખાતે લાવવામાં આવી રહી હતી.

સુરતમાં પણ આ અંગે તપાસ કરવામાં આવી હતી. વરાછામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એક પ્રિન્ટર મશીન મળી આવ્યું હતું. સુરતમાંથી 80 લાખની નકલી નોટો પણ કબ્જે કરાઈ છે. ધરપકડ કરાયેલા લોકોમાં સદગુરુ પ્રદીપજીનો પણ સામેલ છે. જે નકલી નોટો છાપવાનું રેકેટ ચલાવતો હતો. આ માટે સુરતમાં એક બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. જ્યાં નોટો છાપ્યા બાદ તેને સુરત ખાતેના આશ્રમ લઈ જવામાં આવતી હતી.

પોલીસ તપાસ મુજબ, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય.

પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગત મુજબ, આ પ્રકરણમાં ઝડપાયેલો પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. જે બાદ થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ શરૂ કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...