Thursday, September 24, 2026

ઘાટલોડીયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી, ગણેશ મેકિંગ સ્પર્ધા યોજાઈ

spot_img
Share

અમદાવાદ : ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઇ રહી છે. ગણેશ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે.ત્યારે ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિઘ્નહર્તા વિનાયકની આરાધના કરવા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત:વંદના અને આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવના મહત્વ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. વિવિધ સાત સ્ટેજ પર પ્રોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભજન મંડળી, સોલો શાસ્ત્રીય નૃત્ય, સોલો ડાન્સ, મરાઠી સમૂહ નૃત્ય, ગણપતિ સ્તુતિ અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 40 વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં પોતાની કલા રજૂ કરીને આનંદના ભાગીદાર બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધાં હતાં.

આ અગાઉ ગત સપ્તાહે ગણેશ ચતુર્થીના પ્રારંભ નિમિત્તે શાળામાં ગણેશ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 90 વિદ્યાર્થીઓ ભાગ લઈને માટીમાંથી ગણેશની આબેહૂબ મૂર્તિઓ બનાવી હતી. આ તમામ મૂર્તિઓને નાની નાની વસ્તુઓથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં વર્ગ વાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષક મિત્રોએ બાળકોને માર્ગદર્શન આપી મહેનત કરાવી હતી. તમામ વિદ્યાર્થીઓ મૂર્તિઓનું પ્રદર્શન નિહાળી ભારોભાર કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે. જો તમામ લોકો આવો અભિગમ દાખવે તો પર્યાવરણને મોટો ફાયદો થાય. વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...