27.1 C
Gujarat
Thursday, November 21, 2024

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, જાણો તેની વિશેષતા

Share

અમદાવાદ શહેરમાંથી રોજનો 5000 મેટ્રિક ટન જેટલો કચરો પીરાણા ખાતે ડમ્પ સાઈટ પર એકત્રિત થાય છે. જેની પ્રોસેસ કરી કચરાનો નિકાલ કરવામાં આવે છે. રોજના 1000 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરી ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું આજે 1 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્લાન્ટ ખાતે હાજર રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પીપળજ ખાતે પીરાણા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે રૂ. 375 કરોડના ખર્ચે બનાવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું તકતી અનાવરણ અને બટન દબાવી ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અમદાવાદના પીરાણા ખાતે બનાવવામાં આવ્યો છે.PPP ધોરણે બનાવવામાં આવેલા આ પ્લાન્ટનું જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા સંચાલન કરવામાં આવશે. આ પ્લાન્ટના કારણે ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઊર્જા વિકાસ નિગમને પણ એજન્સી દ્વારા રૂ. 6.31 પ્રતિ કિલો વોટના ભાવે આપવામાં આવશે. આ પ્લાન્ટનો ડ્રોન નજારો જોવા જેવો છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો શહેરમાંથી એકત્રિત કરી પીરાણા ડમ્પ સાઈટ ખાતે લાવવામાં આવે છે. જેની અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. ગુજરાતનો સૌથી મોટો કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ પીરાણા ગ્યાસપુર નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે બનાવવામાં આવેલો છે. આ કચરામાંથી પ્રતિ કલાક 15 મેગા વોટ એટલે કે રોજની 360 વોટ વીજળી ઉત્પન્ન થશે.

પ્રોસેસ બાબતે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઝ ઈન્સીનરેશન ટેક્નોલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઈન્સીનરેટ કરી 65 TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે 15 મેગા વોટ પ્રતિ કલાક કેપેસિટીનાં ટર્બાઈન મારફતે 15 મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. આમ, કુલ 1000 મે. ટન ઘન કચરામાંથી દૈનિક ધોરણે 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે જે પાવર ગ્રીડમાં સપ્લાય કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles