અમદાવાદ: દિવાળીની રાત અમદાવાદ માટે ભારે રહી છે. દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં પણ ફાયર વિભાગના અલગ અલગ કોલ મળ્યા હતા. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મકાન અને દુકાનોમાં આગ લાગવાના 80 થી વધુ કોલ મળ્યા હતા. જેમાં મુખ્યતવે થલતેજ, નિકોલ અને મિરઝાપુર વિસ્તારમાં મકાનમાં આગ લાગી હોવાના કોલ મળ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નિકોલની કર્મભૂમિ સોસાયટી ઉપર આવેલી એક દુકાનમાં લાગી હતી. તો નિકોલ રિંગ રોડ પર આવેલી સુપ્રિયા હોટલ નજીક આગનો બનાવ બન્યો હતો. જ્યારે થલતેજની મધુવન સોસાયટીની ત્રીજા માળે મકાનમાં આગનો બનાવ બન્યો હતો. ધાબે પડી રહેલા કચરામાં રોકેટ પડવાથી આગ લાગી હતી. જ્યારે અમદાવાદના મિરઝાપુર કબાડી માર્કેટમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. ત્રણ ખુણીયા બગીચા નજીક આવેલા કબાડી માર્કેટમાં લાગી આગ લાગી હતી.
મિરઝાપુર કબાડી માર્કેટમાં ફાયરબ્રિગેડ દ્વારા વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી દેવામાં આવી હતી. ચારથી પાંચ લાખ લીટર પાણીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સવાર સુધી ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
અમદાવાદ ફાયર બ્રિગેડને મળેલા આગના કોલ
કચરાના કોલ | 35 |
ફેક્ટરીના કોલ | 2 |
શોર્ટ સર્કિટ | 3 |
દુકાન | 8 |
મકાન | 20 |
સ્કૂલ | 1 |
ઈલેક્ટ્રિંક ડીપી | 2 |
ઝાડ | 1 |
ઓફિસ | 1 |
કબાડી માર્કેટ | 1 |
ભંગાર | 1 |
ગોડાઉન | 3 |
વાહન | 2 |
કુલ | 80 |