Monday, September 21, 2026

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા

spot_img
Share

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં ચોરી મામલે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે તપાસની માંગ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ કાર્યાલયમાં તાળાં તોડી ચોરી અંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય પક્ષનું પ્રદેશ કાર્યાલય પણ સલામત નથી. આમ આદમી પાર્ટીની ઓફિસમાં ચોરીનો હેતુ શું હતો ? ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ઓફિસમાં ત્રણ તાળા તૂટેલા છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર છે. જે શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે.

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી.ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારી ચેમ્બરના તાળા તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની ચોરી થયાની આશંકા છે.ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના ઈરાદે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

ગઢવીએ કહ્યું કે તેઓ આજે પોલીસમાં એફઆઈઆર નોંધાવશે. ગઢવીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 14 ટકા વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદ જ AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...