Tuesday, September 22, 2026

આગામી દિવસોમાં સારંગપુર-કાલુપુર બ્રિજ બંધ કરાશે, જાણી લો નવું ટ્રાફિક ડાયવર્ઝન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનના કારણે કાલુપુર-સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ કારણસર રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરો બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ ફૂટ બ્રિજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોને મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.

સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતાં લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...