Monday, May 4, 2026

શાળાઓની ગ્રાન્ટમાં 17 વર્ષથી વધારો કરાયો નથી, હવે તો સમજો, સંચાલક મંડળની શિક્ષણ સચિવને રજૂઆત

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે દિવાળી વેકેશન ખૂલે તે પહેલા જ ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નો ઉકેલવા સંચાલકોએ માગણી કરી છે. જેમાં ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટના સ્લેબમાં છેલ્લા 17 વર્ષથી વધારો કરાયો નથી. તેથી ગ્રાન્ટના સ્લેબમાં વધારો કરવા તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓઓના સહિતના વિવિધ પ્રશ્નો ઉકેલવાની પત્ર લખીને માગણી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગ્રાન્ટેડ સ્કૂલના ગ્રાન્ટ, નિભાવ ગ્રાન્ટ, એફઆરસી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ સહિતના અનેક પડતર પ્રશ્નો છે. જેને લઈને શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખીને દિવાળી વેક્શન પૂરું થાય ત્યાં સુધી આ તમામ માગ પૂરી કરવા રજૂઆત કરી છે. દિવાળી બાદ આ બધી માગ પૂરી થાય તો શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે એવી રજુઆત કરી છે કે, રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની ચૂકવણી બાકી છે. દિવાળીનો તહેવાર હોવાથી હવે ગ્રાન્ટ મળવી મુશ્કેલ હતી. જેથી તાત્કાલિક ગ્રાન્ટ આપવી જોઈએ. રાજ્યની સ્કૂલોમાં આપવામાં આવતી ગ્રાન્ટના સ્લેબમાં 17 વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. મોઘવારી વધી પરંતુ ગ્રાન્ટના સ્લેબ હજુ વધ્યા નથી. જેથી ગ્રાન્ટનો સ્લેબ વધારવો જોઈએ.

ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના કહેવા મુજબ ​​​​​​​રાજ્યની ખાનગી સ્કૂલોમાં 2017થી FRC દ્વારા ફીનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. 7 ટકા દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટડ સ્કૂલમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના પગાર અને તેઓની આર્થિક રીતે મળતા તમામ લાભ આપવામાં આવ્યા નથી. જે તાત્કાલિક અસરથી આપવામાં આવે. 280 જેટલા કર્મચારીઓની ફાઈલ પ્રમોશન વિના પડી છે તે તમામને પ્રમોશન આપવામાં આવે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં સુધીમાં તમામ માગ પૂરી કરવામાં આવે તો વેકેશન પૂર્ણ થતાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...