Saturday, May 2, 2026

ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (NGO) દ્વારા 40 થી 80 દશકના ગીતોની મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ

spot_img
Share

અમદાવાદ : ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (NGO)નાં મહત્વકાંક્ષી સાહસ, કલર્સ ઓફ બોલિવૂડ-ધ મ્યુઝિકલ એક્સટ્રાવેગેંઝા ક્લબ દ્વારા ગત તા 12મી એ AMA હોલમાં ધમાકેદાર મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઈ થઇ. મ્યુઝિકલ કોન્સર્ટનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. જેમાં ક્લબના ચેરમેન અને વર્ષેટાઇલ સિંગર ડો.મનીષભાઈ શાહ તથા સહ કલાકારો કિન્નરી બેન દરજી, ડો.મીતાબેન અને કિશોરભાઈ દ્વારા, “પુરાને ગાને સુનને કા નયા તરીકા” અંદાઝમાં બોલિવૂડના સ્વર્ણિમ યુગ ગણાતા 40 થી 80 દશકના ગીતોની સૂરીલી રજૂઆત થઇ હતી.

આ ડિવાઇન કલર્સ ફાઉન્ડેશન (NGO) દ્વારા મેડિકલ અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી 10 વર્ષથી કાર્યરત છે, જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૫૦થી વધુ મ્યુઝિકલ શો તેમજ સામાજિક ઉત્કર્ષ માટેના અનેક કાર્યક્રમોં પણ આપેલ છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નરેશભાઈએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યા હતા જુનિયર રાજેશ ખન્ના, આર કે સાહેબ અને જુનિયર દિલીપ કુમાર સાહેબ દ્વારા કરવામાં આવેલું જમાવટ ભર્યું પર્ફોર્મન્સ. સાથે સાથે શ્રદ્ધાબેન પંડ્યા (એન્કરિંગ), ધારાબેન પુરોહિત, રૂપલબેન (સંચાલન), દેવાંશી સોની (ગીત સંયોજક) અને સ્વયંસેવકોનો વિશેષ સહયોગ રહ્યો હતો.

કાર્યક્રમના અંતમાં સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ઝરણાબેન મહેતાએ આ ઇવેન્ટના સ્પોન્સર્સ LG, Tripada health care pvt ltd, ચોકલેટ રૂમ (શ્રી દેવ પટેલ, શ્રી આનંદ શાહ, ચોકલેટ સ્ટુડિયો ( શ્રીમતી શિલ્પાબેન) તથા મીડિયા પાર્ટનર હેલો ભારત (જ્ઞાનેન્દ્ર ભાઈ)નો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં દેવાંગ ભટ્ટ (GTPL), યશરાજ સિંહ બાપુ (ફેન્ટા ફિલ્મ્સ પ્રોડકશન), કમલેશભાઈ વનિદાનીજી (સુપ્રસિદ્ધ ટેરોટ કાર્ડ રીડર), કલ્પેશભાઈ ઉપાધ્યાય, શ્રીમતી ગીતાબેન ખુમન (જાણીતા શેફ) તેમજ મોહનભાઇ (AMA હોલ ઇન્ચાર્જ)એ પોતાની ગરિમાપૂર્ણ હાજરીથી વધારી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...