Wednesday, January 21, 2026

અમદાવાદના આ વિસ્તારમાં રબારી વસાહત પર ફર્યું તંત્રનું બુલડોઝર, 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા બેઘર બનેલી માલધારી સમાજની મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓનો આરોપ હતો કે, કોઈ નોટિસ વિના અમારા ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મનપાના પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઉભા થઈ ગયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત 20 જાન્યુઆરીના રોજ ઓઢવની રબારી વસાહત સહિત અનેક ઠેકાણે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરીને 1833 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

તંત્રનું બુલડોઝર ફરી વળતા રોષે ભરાયેલી મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહીએ છીએ. અમે ગેરકાયદે વસવાટ નથી કરતા. અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહેવાનો ટેક્સ ભરીએ છીએ અને લાઈટ બિલ ભરીએ છીએ.રોટલાના પણ ફાંફાવહીવટી તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. માત્ર રાતે કહી ગયા અને સવારે તો બુલડોઝર લઈને આવી ગયા હતા, હાલ અમે રોડ પર આવી ગયા છીએ. અમે જ્યાં-ત્યાં રોડ પર સામાન રાખીને રહીએ છીએ. અમારા માટે રહેવાનું તો ઠીક હવે તો રોટલાના પણ ફાંફા પડી ગયા છે.

ઈસુદાન ગઢવીએ કર્યા આરોપ આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ફક્ત એક દિવસની નોટિસમાં રાતોરાત એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવે છે. કેટલાય ઉદ્યોગપતિઓએ જમીનો પચાવી પાડી છે અને કરોડો ચોરસ મીટર ગોચર જમીન ખાઈ ગયા છે તેમના પર બુલડોઝર નથી ચાલતા. આવા ગેરકાયદેસર રીતે સરકારે અને મ્યુનિસિપાલ્ટીએ કામ કર્યું છે, તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...