Monday, September 21, 2026

અમદાવાદની આ સ્કૂલને ફટકારાઈ નોટિસ, શિક્ષકે વિદ્યાર્થીનીને માર્યો હતો ઢોર માર, શિક્ષિકાને ડિસમિસ કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની મણિનગર સ્થિત હેબ્રોન સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગુજરાતી વિષયના શિક્ષક રૂબીના દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે વાલીએ DEO કચેરીએ ફરિયાદ કરતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શિક્ષિકાને પણ તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષિકા રૂબીનાએ ધો. 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઇ કારણસર ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીએ આ અંગે ઘરે જઈને વાત કરી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીને માર મારતા તેની પીઠ લાલ થઈ ગઈ હતી. જેથી વાલીએ વિદ્યાર્થીના ફોટા અને લેખિતમાં DEO કચેરીને ફરિયાદ કરી છે. વાલીએ ફરિયાદ કરીને શિક્ષિકા સામે કડક પગલાં લેવાની પણ માગ કરી છે. આ કેસમાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ વકર્યો હતો.

વાલીની ફરિયાદને ધ્યાનમાં રાખીને અમદાવાદ શેહર DEO દ્વારા સ્કૂલને તાત્કાલિક નોટિસ કરવામાં આવી છે. સ્કૂલ પાસેથી લેખિતમાં એક દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે તેમજ શિક્ષિકાને ડિસમિસ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્કૂલમાં જે ઘટના બની તેનો રિપોર્ટ એક દિવસમાં કચેરીએ સબમિટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે DEOએ જો આદેશનું પાલન નહીં થાય તો શાળા સંચાલક સામે સખ્ત પગલાં લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...