Sunday, March 1, 2026

ચાર દીકરીઓએ ચૌહાણ પરિવારનું નામ રોશન કર્યું, એકસાથે સગી બહેનો પોલીસ ભરતીમાં સામેલ

spot_img
Share

પાટણ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. બહેનોને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂંક લઇ સમાજને નવો રાહ ચીંધ્યો છે.બહેનોને પ્રેરણાદાયક કિસ્સો પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂંકને લઈ સમાજને ઉદાહરણ પૂરું પાડે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ વ્યવસાય પાટણમાં પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સાથે સાથે તેમના સંતાન ચાર દીકરીઓ જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકા તેમજ દીકરા ઉત્તમ ને શિક્ષણ પૂરતું અપાવ્યું છે. તેમાં હેતલ એ સારી ખેલાડી છે. તેણે એથલેટિક્સમાં 40થી વધુ મેડલ મેળવ્યા છે. ચૌહાણ પરિવારની ચારેય દીકરીઓ સ્પોર્ટસમાં આગળ હતી. જેનો લાભ લઈ વર્ષ 2023 ની પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા હતા, અને ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી છે. પરિવારની સંતાન ચાર દીકરીઓ જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકાને તેમણે જે શિક્ષણ અપાવ્યું, તેનાથી દીકરીઓએ પરિવારનું નામ રોશન કર્યું છે.

આજે ચારેય દીકરીઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણુંક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા-પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખુબ મહેનત કરી સફળતા મેળવી છે. સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું તેમના કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા.

પાટણ તાલુકાનું હાજીપુર ગામ રમત ગમત ક્ષેત્રે તેમજ પોલીસ ભરતીમાં છેલ્લા ઘણા સમયથી અગ્રેસર રહ્યું છે. રમત ગમતની સ્પર્ધામાં નીમા ઠાકોરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે આ જ ગામની સગી ચાર બહેનો પોલીસ ભરતીમાં પસંદગી પામી છે. જેને લઈ ગામનું ગૌરવ વધ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...