Tuesday, April 21, 2026

GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફાર; પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો જાણે નવા નિયમો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં દર વર્ષે લાખો ઉમેદવારો સરકારી ભરતીની પરીક્ષાઓ આપે છે. ગુજરાતમાં GPSC દ્વારા વર્ગ 1 અને 2ની પરીક્ષાઓ યોજવામાં આવતી હોય છે. ત્યારે હવે આ GPSCની ભરતી પ્રક્રિયાને હવે UPSCના સમકક્ષ યોજાશે. ત્યારે હવે GPSCની ભરતીના નિયમોમાં ફેરફાર થવાની ટૂંક સમોમાં જાહેરાત કરવામાં આવ્યા છે. આ વર્ષથી જે GPSC વર્ગ 1 અને 2ની ભરતી બહાર પાડવામાં આવશે તેમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉમેદવારોના પસંદગી ક્રમ સહિત નિયમોની વિગતો આપતું ગેઝેટ જારી કરવામાં આવ્યું છે. જેમાં GPSCનાં નવા નિયમો અનુસાર પરીક્ષા બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે. કોઇપણ ઉમેદવારે મુખ્ય પરીક્ષા પૂર્વે પસંદગી માટે પ્રારંભિક પરીક્ષા આપવાની રહેશે અને તેમાં ઉતીર્ણ થવાનું રહેશે. પ્રાથમિક પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે ઉમેદવારોની અંતિમ પસંદગી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે વર્ણનાત્મક રહેશે. જો કે નવા નિયમો અનુસાર લેખિત પરીક્ષાની સાથે વ્યક્તિત્વ કસોટી પણ આપવાની રહેશે.

કેવું રહેશે પરીક્ષા માળખું?

1) પ્રાથમિક પરીક્ષા
આયોગ દ્વાર લેવામાં આવનારી પ્રાથમિક પરીક્ષામાં કુલ 200 ગુણનું પેપર રહેશે. જે સામાન્ય અભ્યાસનું પેપર હશે, કુલ 200 ગુણનાં MCQ પૂછવામાં આવશે અને તે માટે 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. સામાન્ય અભ્યાસ પેપર માટેનો અભ્યાસક્રમ આયોગ દ્વારા નિર્ધારિત અને સૂચિત કરવામાં આવશે. તે ઉપરાંત સામાન્ય અભ્યાસનાં પેપર માટે અભ્યાસક્રમનું ધોરણ અને અભ્યાસક્રમ સામગ્રી ડિગ્રી સ્તર મુજબની રહેશે.

2) મુખ્ય પરીક્ષા
તે ઉપરાંત મુખ્ય પરીક્ષામાં 7 પ્રશ્નપત્ર રહેશે. જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાનાં પેપર રહેશે જો કે તેની ગણતરી મેરીટમાં નહીં થાય. પરંતુ તેમાં લઘુત્તમ 25 ટકા સાથે પાસ થવું પડશે. ભાષાનાં પેપરમાં નિષ્ફળ જાય તેઓ વધુ પસંદગી માટે લાયક રહેશે નહીં. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું 300 માર્કનું અલગ અલગ પેપર રહેશે. 250 માર્કનું નિબંધનું તેમજ અન્ય સામાન્ય અભ્યાસનાં 250 માર્કનાં ચાર પ્રશ્નપત્ર રહેશે.

3) વ્યક્તિત્વ કસોટી
મુખ્ય પરીક્ષા બાદ વ્યક્તિત્વ કસોટી આપવાની રહેશે. જો કે તેમાં કોઈ લઘુત્તમ ગુણ વિના 150 ગુણની કસોટી રહેશે. મુખ્ય પરીક્ષા (લેખિત) અને વ્યક્તિત્વ કસોટીમાં ઉમેદવારો દ્વારા મેળવેલા કુલ ગુણ તેમના અંતિમ મેરીટને નક્કી કરશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...