Thursday, December 11, 2025

ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં આજે ભાજપ દ્વારા વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાના પાર્ટીના પ્રમુખના નામની જાહેરાત કરવામા આવી છે. પરંતુ ભાજપના નિરીક્ષકો જે તે જિલ્લા કે મહાનગરમાં જઈને સત્તાવાર રીતે પાર્ટીના પ્રમુખના નામની જાહેરાત કરે તે પહેલા જ, સોશિયલ મીડિયામાં જે તે પ્રમુખના નામની જાહેરાત થઈ જવા પામી હતી. સામાન્ય રીતે ભાજપમાં જે તે પદાધિકારી કે હોદ્દેદારના નામ પાર્ટીના રીતરિવાજ મુજબ જાહેર કરવામા આવે છે અને ત્યાં સુધી આ નામ બધાથી ગુપ્ત રાખવામાં આવતા હોય છે.

ભાજપે 8 શહેર અને 33 જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની પણ જાહેરાત થવાની સંભાવના છે. પીએમ મોદી આવતીકાલથી ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા – શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર, મહિસાગર, બનાસકાંઠા, નવસારી, સુરત, બોટાદ અને મહેસાણામાં ભાજપ પ્રમુખ રિપિટ કરવામાં આવ્યા હતા.

જુઓ યાદી…જીલ્લા અને શહેર પ્રમુખ

જિલ્લા ભાજપ પ્રમુખો તરીકે આ નામો પર લાગી મહોર
ભુરાલાલ શાહ-નવસારી

ભરત રાઠોડ-સુરત

દશરથ બારિયા-મહિસાગર

અનિલ પટેલ-ગાંધીનગર

ગીરીશ રાજગોર -મહેસાણા

કિર્તીસિંહ વાઘેલા-બનાસકાંઠા

ચંદુભાઈ મકવાણા-જુનાગઢ

અતુલભાઈ કાનાણી-અમરેલી

કિશોરભાઈ ગાવિત-ડાંગ

સુરજ વસાવા-તાપી

હેમંત કંસારા-વલસાડ

પ્રકાશ મોદી-ભરૂચ

નીલ રાવ-નર્મદા

ઉમેશ રાઠવા-છોટા ઉદયપુર

સંજય પટેલ-આણંદ

સ્નેહલ ધારિયા-દાહોદ

રમેશ સિંધવ-પાટણ

શૈલેશ દાવડા-અમદાવાદ

દેવજી વરચંદ-કચ્છ

કનુભાઈ પટેલ-સાબરકાંઠા

ભીખાજી ઠાકોર -અરવલ્લી

મયુર ગઢવી-દેવભૂમિ દ્વારકા

અલ્પેશ ઢોલરીયા-રાજકોટ

જયંતી રાજકોટિયા-મોરબી

સંજય પરમાર-ગીર સોમનાથ

દિગ્વિજયસિંહ ગોહિલ-ભાવનગર

મયુર પટેલ -બોટાદ

હિતેન્દ્રસિંહ ચૌહાણ-સુરેન્દ્રનગર

વિનોદ ભંડેરી-જામનગર

શહેર ભાજપ પ્રમુખોમાં કોની થઈ પસંદગી ?
ડો. જ્યપ્રકાશ સોની- વડોદરા

ગૌરવભાઈ રૂપારેલીયા- જુનાગઢ

કુમારભાઈ શાહ -ભાવનગર

પરેશકુમાર પટેલ- સુરત

ડો.માધવ કે. દવે- રાજકોટ

બીનાબેન કોઠારી- જામનગર

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...