Thursday, April 30, 2026

અમદાવાદમાં બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છૂપાવનાર પિતા-પુત્ર કોણ છે? આ રહી વિગતો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 95.5 કિલો સોનું અને એક કરોડથી વધુની રોકડ જપ્ત કરાતાં ખળભળાટ મચ્યો છે. આ ઓપરેશન સોમવારથી (17મી માર્ચ, 2025) ચાલતું હતુ જે આજે મંગળવારે સવારે આઠ કલાકે પુરૂં થયું છે. મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ શાહે પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે રાખી પિતા-પુત્રની જોડી શેરબજારની કાળી કમાણી સોના અને રોકડ તરીકે છૂપાવતા હોવાના મસમોટું કૌભાડ બહાર આવે તેવી શક્યતા છે. તો આટલું મોટું શંકાસ્પદ કૌભાંડ આચરનાર પિતા પુત્રની જોડી કોણ છે?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મૂળ ગુજરાતના વાવ થરાદ નજીકના જેતરડા ગામના રહેવાસી છે. મેઘ અને મહેન્દ્ર શાહ મુંબઈના શેરબજાર વર્તુળોમાં આગળ પડતા વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી મેઘ શાહ મૂળ જેતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે.પાલડીમાં મેઘ શાહની બહેન પમ્મી શાહ ચોથા મળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોનો મુદ્દામાલ સંતાડ્યો હતો.પિતા પુત્ર રીઅલ એસ્ટેટમાં ફાઈનાન્સ અને રોકડ નાણાં સામે વ્હાઈટની એન્ટ્રીનો ધંધો કરતા હોય શકે તેવી પણ આશંકા છે. તપાસમાં કેટલાંક મોટાં નામો પણ બહાર આવી શકે છે.

એક અહેવાલ મુજબ બંને શેરોના ભાવમાં પણ ચેડાં કરતા હતા.આ ફ્લેટ છેલ્લા ત્રણ મહિનાથી ભાડે આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાજીગર ગેમ્સ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અધિકારીઓએ પહેલા મેઘ શાહની બહેન પમ્મી શાહના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જે તે જ બિલ્ડિંગના ફ્લેટ નંબર 403માં રહે છે. ત્યારબાદ, અધિકારીઓએ ફ્લેટ નંબર 104માં ફરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...