Monday, September 21, 2026

અમદાવાદમાં આ વિસ્તારમાં શરૂ થયું AMTS નું ‘કૂલ બસ સ્ટોપ’, મુસાફરોને મળશે ગરમીથી રાહત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં AMTS ની બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. તેનો હેતુ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત આપવાનો છે. જે તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો કરવામાં મદદ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હીટ એક્શન પ્લાન હેઠળ AMC એ મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ગરમીથી ઝઝૂમી રહેલા અમદાવાદના લોકોને રાહત આપવા માટે ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. લાલ દરવાજા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર પહેલો કૂલ બસ સ્ટોપ સ્થાપિત કરવામાં આવ્યું છે. આનાથી બસ સ્ટોપ પર ઉભેલા મુસાફરોને ગરમીથી રાહત મળશે અને તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો થશે. આ એક પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ હશે, જેમાં પાણીના છંટકાવ અને હવા શુદ્ધિકરણની સુવિધા હશે.

અમદાવાદમાં શરૂ કરવામાં આવેલો ‘કૂલ બસ સ્ટોપ’ પ્રોજેક્ટ આ એક પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. જે AC કરતા ઓછો વીજળીનો વપરાશ કરશે.જ્યારે પાણીનો છંટકાવ સ્પ્રિંકલર સિસ્ટમની મદદથી કરવામાં આવશે જે ઠંડક જાળવી રાખશે. આ ‘કૂલ બસ સ્ટોપ’ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને દરરોજ 3000 લિટર પાણીનો ઉપયોગ કરશે.આ સિસ્ટમ ધૂળને પણ નિયંત્રિત કરશે અને હવાને સ્વચ્છ બનાવશે.

લાલ દરવાજા ટર્મિનલ પર દરરોજ 3 હજારથી વધુ લોકો બસોનો ઉપયોગ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, આગામી સમયમાં અન્ય બસ સ્ટોપ પર પણ ‘કૂલ બસ સ્ટોપ’ સુવિધા શરૂ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...