Saturday, February 7, 2026

અમદાવાદનો વેપારી સ્વરૂપવાન યુવતીની લાલચમાં ફસાયો, બ્લેકમેલ કરી પડાવ્યા 73 લાખ રૂપિયા

spot_img
Share

અમદાવાદ : આજના સમયમાં હનીટ્રેપ, ઓનલાઈન છેતરપિંડી, સાયબર ફ્રોડ જેવી ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. મુંબઈમાં એક બારમાં મળેલી યુવતીએ વેપારી સાથે મિત્રતા કેળવી હતી અને સલૂનના ધંધામાં મદદ કરવાના બહાને તેમની પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વેપારીને આપઘાત અને પોલીસ કેસની ધમકીઓ આપીને બળજબરીથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, યુવતીએ વેપારી પર લગ્ન કરવાનું દબાણ પણ કર્યું હતું અને તેમની મરજી વિરુદ્ધ મંદિરમાં ફૂલહાર પણ કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના હેબતપુરમાં રહેતા અને પ્રહલાદનગર ખાતે સિરામિક રો મટીરીયલ્સને લગતો વેપાર કરતા એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. આ વેપારી મુંબઈ બારમાં ગયો હશે ત્યારે ત્યાં તેને એક યુવતી મળી હતી. આ યુવતી અને વેપારી વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ યુવતીએ સલૂનના ધંધામાં મદદના નામે વેપારી પાસેથી 10 લાખ રૂપિયા મેળવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વધુ પૈસા પડાવવાની લાલચમાં આપઘાત અને પોલીસ કેસની ધમકી આપી હતી.વેપારીની મરજી વિરુદ્ધ મંદિરમાં ફૂલહાર પણ કર્યા હતા. ત્યારબાદ યુવતી વેપારીને વીડિયો મોકલી બ્લેકમેલ કરી રહી હતી. વેપારીને બ્લેકમેલ કરી 73 લાખ રૂપિયા પણ યુવતીએ પડાવી લીધા હતા.

આ ઘટનાઓ બાદ યુવતીએ વેપારીને ફરી સમાધાન માટે બોલાવ્યા અને મોટી રકમની માંગણી કરી હતી. સતત પૈસા આપી કંટાળી ગયેલા વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. વેપારીએ જ્યોતિ લાંબા નામની યુવતી સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ યુવતી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...