Thursday, May 7, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની લાલ આંખ, 1 મહિનામાં જ 150 કરતા વધુ ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા, 33 તડીપાર

spot_img
Share

અમદાવાદ : શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકની સુચના મુજબ ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર લગામ કસવા પાસા- તડીપાર જેવી સખ્તાઈ દાખવી છે. અમદાવાદ શહેરના આવા 150થી વધુ કુખ્યાતોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે તો 33 જેટલા ગુનેગારોને રાજ્ય બહાર તડીપાર કરવામાં આવ્યા છે. માર્ચ 2025 સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓ દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા સારુ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઈસમો વિરુધ્ધ અટકાયતી પગલાઓનો અસરકારક અને દાખલારુપ ઉપયોગ થાય તે અંગે શહેરના તમામ સુપરવાઈઝરી અધિકારીઓ તેમજ થાણા અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલી જે સુચનાઓની અમલવારી કરાવવા અર્થે અમદાવાદ શહેર ગુના નિવારણ શાખા(પી.સી.બી.) દ્વારા શહેરના થાણા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી આવી ગુનાહિત પ્રવૃતિ કરતા ઈસમોની પાસા-તડીપાર અંગેની દરખાસ્તો મંગાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલી અને પોલીસ કમિશનર સમક્ષ આ તમામ દરખાસ્તોને તેના ગુણદોષ આધારે સાદર કરવામાં આવેલી.

અસામાજીક તત્વો વિરુદ્ધની આ મુહિમના કારણે છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શનમાં શહેરના કુલ 150 અસામાજીક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે. જેમાં ભુજ જેલ ખાતે-40, રાજકોટ જેલ ખાતે-30, સુરત જેલ ખાતે-45 તેમજ વડોદરા જેલ ખાતે-35 ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે 33 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવાના હુકમો કરવામાં આવ્યા છે. વધુમાં, ચાલુવર્ષ 2025 માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઈસમો વિરુધ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઈસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવેલા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...