Wednesday, July 15, 2026

નવા વાડજની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી, પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજમાં શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર નવાવાડજ વિસ્તારમાં વિધાર્થીઓ દ્વારા પર્યાવરણ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલી દ્વારા નવાવાડજ વિસ્તારમાં અલગ અલગ રૂટો પર ફરી વિધાર્થીઓ દ્વારા જન જન સુધી પર્યાવરણ બચાવોના વિચાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ રેલીને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. સાથે સાથે માં ભારતીના પૂજન – અર્ચન સાથે દરેક જગ્યાએ માં ભારતીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભારતમાતાની જય અને વંદેમાતરમના નાદથી ગૂંજી ઉઠ્યું.

શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષની ફલશ્રુતિના ભાગરૂપે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રજનીભાઈ પટેલ – (પૂર્વ ગૃહમંત્રીશ્રી – મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ), ડૉ. હર્ષદભાઈ પટેલ (ગાંધીનગર લોકસભા પ્રભારી), મનિષભાઇ પટેલ (રમતગમત સેલ-સંયોજક ભાજપ), સોમભાઈ પાઘડી શેઠ, પૃથ્વીસિંહ વાધેલા (થરા નગરપાલિકા પ્રમુખ), શ્રી સાંકળચંદ બાપુજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીઓ, સ્થાનિક કોર્પોરેટરઓ તેમજ સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...