Monday, September 21, 2026

અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે ડબલ સ્ટાન્ડર્ડ નીતિ, નાના વેપારીઓને દંડ, શો-રૂમ, મોલ અને ક્લબ બાકાત

spot_img
Share

અમદાવાદ: શહેરમાં AMCના એસ્ટેટ અને ટીડીઓ વિભાગની ડબલ સ્ટાન્ડર્ડ નીતિ સામે આવી છે. એક તરફ નાના વેપારીઓ અને છુટક લારી ગલ્લા ઉઠાવી મસમોટી કાર્યવાહી કરી હોવાના દાવો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ જાહેર રસ્તા પર દબાણ હોય કે પછી જાહેર રસ્તા પર ટ્રાફિક મુદ્દે થતી ડ્રાઇવ હોય, પણ આ તમામ કાર્યવાહીનો દંડો નાના વેપારીઓ પર જ AMC અને પોલીસ ઉઘામે છે. પરંતુ મોટી ક્લબો, મોટા મોલ, શો-રૂમ સહિત બિલ્ડિંગો કે મોટા એકમ સામે ક્યારેય આકરા પગલા લેવામાં આવતા નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલી એસ.જી હાઇવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સેન્ક્સ, ગજાનંદ પૌંઆ હાઉસ વગેરે ધંધાકીય પ્રવૃત્તિ કરતા એકમોને તેઓની દુકાન આવતા મુલાકાતો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ વારંવાર મૌખિક સૂચનાઓ આપવા છતાં વાહનોના પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ન થતાં આખરે AMC દ્વારા વાહનોના પરિવહનની સરળતા રહે તે હેતુસર 12 દુકાનો સીલ કરવામાં આવી હતી, જેનો દુકાનદારો અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

એક દુકાનદારને મત મુજબ, અમદાવાદ શહેરમાં અનેક ક્લબ, મોલ શો-રૂમ સહિત મોટા એકમ મોટી બિલ્ડિંગ આવેલી છે. જેની બહાર આડેધડ રસ્તા પર પાર્કિંગ થાય છે. જોકે AMC કે પોલીસના એક પણ અધિકારીઓ ત્યાં કોઈ કાર્યવાહી કરવા જતા નથી પરંતુ નાના વેપારીઓના દુકાન પર પહોંચી રોફ જમાવી દુકાનો સીલ કરી વાહનો લૂંટી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે AMC કે પોલીસની કાર્યવાહીમાં હમેશા નાનો દુકાનદાર કે વેપારીઓ જ કાર્યવાહીનો ભોગ બનતો હોય છે, મોટા મોલ, શો-રૂમ સહિત બિલ્ડિંગો કે મોટા એકમ સામે ક્યારેય આકરા પગલા લેવામાં આવતા નથી.

ગુજરાત હાઇકોર્ટ સતત અમદાવાદ મહાનગર પાલિકાને આકરા શબ્દોમાં ટકોર કરી છે, કે શહેરમાં રસ્તાઓ લોકોના અવર-જવર માટે છે. નહીં કે ગેરકાયદે દબાણ માટે, પોલીસ કે AMC હાઇકોર્ટ દ્વારા સતત વેધક સવાલ કરાઈ રહ્યા છે. તેમ છતાં AMC અને પોલીસ વિભાગ કંઈક આંકડાઓ રમત રમી રહ્યું છે. હાઇકોર્ટના આદેશ પાલન કરવા અને મસમોટા આંકડાઓ બતાવવા માટે સીલગ ઝુંબેશ તેમજ દબાણ દૂર કરવાની કામગીરી તો થાય છે પણ માત્ર મોટા આંકડાઓની રમત કરવા માટે નહીં કે ખરા અર્થમાં કામગીરી કરવા માટે થાય છે.

નોંધનીય છે કે આ 12 એકમ સામે અન્ય એક ખાનગી ક્લબ પણ આવેલી છે. જેઓની કાર જાહેર રસ્તાઓ પર પાર્કિંગ થાય છે. પણ ત્યાં AMC કે પોલીસ વિભાગ કોઈ કાર્યવાહી નહીં કરે, કારણ કે અહીં સાહેબ પરિવાર સાથે ક્લબમાં જાય છે. તેમજ શહેરની અનેક એવી ઇમારતો હોય છે કે જ્યાં પાર્કિંગ આડેધડ થઈ રહી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી.

માત્ર નાના વેપારીઓ અને લારી ગલ્લાઓ ઉઠાવી આંકડાઓ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવે છે. ટ્રાફિક કે પાર્કિંગ મુદ્દે હાલ કોઈ પોલિસી નથી. પાર્કિંગ મુદ્દે તૈયાર થયેલી પોલિસી અભરાઈ ચઢાવી દેવામાં આવી છે. હવે ખરેખર ટ્રાફિક સમસ્યા અને વસ્તી જોઈએ પાર્કિંગ પોલિસી અમલ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જેમાં એકનો ગોળ અને એકને ખોળ પ્રથા બંધ કરવાની જરૂર છે. તો જ ખરા અર્થમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હલ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...