Wednesday, June 24, 2026

અમદાવાદમાં ફરી ગ્રાહકને થયો કડવો અનુભવ, ઓનલાઈન ફૂડ કર્યા બાદ છોલેમાંથી 2 વંદા નીકળ્યા

spot_img
Share

અમદાવાદ: તાજેતરમાં શહેરના મણિનગર વિસ્તારમાં મહાલક્ષ્મી કોર્નરમાંથી આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળવાની ઘટના શાંત થઈ નથી ત્યારે ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી છોલે ઓર્ડર કર્યા હતા. જેમાં છોલે ઓર્ડર કર્યા બાદ જ્યારે ગ્રાહકે ડબ્બો ખોલ્યો તો તેમાંથી ગરોળી નીકળી હતી. જ્યારે ગ્રાહકે આ વસ્તુ જોઈ ત્યારે તે પણ ચોંકી ગયો હતો. જે પણ લોકો બહારનું ખાવાના શોખીન છે તે લોકો માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન કહી શકાય.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયામાંથી છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભૂટેરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નિકળતા તેઓ ડઘાઇ ગયા હતા.સમગ્ર મામલે ફરિયાદ કરતા સ્ટોર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. સ્ટોરે જણાવ્યું કે, અમે તમને બીજું મોકલી આપીએ છીએ. ક્યારેક ક્યારે રસ્તામાં અથવા તો બનાવવા દરમિયાન આવું બની જતું હોય છે.આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.

તમને જણાવી દઈએ કે શહેરમાં અવારનવાર આવા બનાવો સામે આવતા હોય છે. જેમાં તાજેતરમાં આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને એએમસી ફૂડ વિભાગ દ્વારા હેવમોરની ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે જ કંપનીને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં એએમસી દ્વારા મણિનગરમાં આવેલ મહાલક્ષ્મી કોર્નરને પણ સીલ કરી દીધું હતું.

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, તેમ છતાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે ? તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...