Wednesday, June 24, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી, ગુલાબજાંબુમાં નિકળ્યો વંદો, AMCએ માર્યું સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠેક ઠેકાણેથી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવજંતુ નિકળવાની ઘટના સામે આવી રહી છે એવામાં અમદાવાદ શહેરમાં એક પીઝા રેસ્ટોરેન્ટની વાનગીમાંથી વંદો દેખાયો હોવાની માહિતી મળી રહી છે. જાગૃત ગ્રાહક દ્વારા આ મામલે વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો.આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક આ સમગ્ર મામલે તપાસ કરવા માટે પહોંચી હતી. ત્યાર બાદ સીલ માર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલા ઓક્ટેન પીઝા પાર્લરના ફૂડમાં વંદો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયો કોર્પોરેશનના ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો, કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે ઓકટન્ટ પિત્ઝા રેસ્ટોરન્ટના કિચનમાં ડ્રેનેજ લાઈન આવેલી છે, જે ઓવરફ્લો થયેલી જોવા મળી હતી. ગટરનું ગંદુ પાણી કિચનમાં આવી જતું હતું. જે જગ્યા ઉપર ફ્રિજમાં શાકભાજી અને ફળો રાખ્યા હતા ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી નહોતી અને વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવાયેલી હતી. સફાઈ કર્યા વિના શાકભાજી અને ફળોનો ઉપયોગ થતો હોય તેવું જણાતું હતું. આમ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ફૂડ સેફટી એક્ટનું પાલન ન થતું હોવાને લઈને સીલ મારવામાં આવ્યું છે.

એએમસી દ્વારા સમયાંતરે ચેકિંગ કરવાનું હોય છે જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામભરોસે જ કાર્યવાહી ચાલે છે. તેવી સ્થિતિમાં જો કોઇ નાગરિક જાગૃત હોય અને વીડિયો વાયરલ કરે તો પોતાનું નાક કપાયાની શરમે કાર્યવાહી કરતા હોય છે. જો કે કોર્પોરેશન નિયમાનુસાર કોઇ કાર્યવાહી કરતું નથી. જેના કારણે વેપારીઓ બેફામ બન્યા છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં બિલ માફ કરીને માફી માંગીને જ કામ પતાવી દેવામાં આવતું હોય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...