Tuesday, April 28, 2026

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પૂર્વમાં ધમધોકાર તો પશ્ચિમમાં ધીમીધારે, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જળબંબાકાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પહેલા અમદાવાદ પૂર્વમાં વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ પશ્ચિમમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. જેનાં કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદ પડવાથી ઠંડક થતા અમદાવાદીઓ બાકીનાં બીજા બધા જ દુ:ખ ભુલીને મેઘરાજાને આવકારતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં મોડી સાંજે વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નરોડા, બાપુનગર, નિકોલ, રાણીપ, વાડજ, વસ્ત્રાપુર, બોપલ, પંચવટી, શીલજ એમ પૂર્વથી લઈ પશ્ચિમના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં બે કલાક જેટલા સમયમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું હતું. અનેક ટુ વ્હીલ વાહનો બંધ પડી ગયા હતા.

અમદાવાદના પૂર્વમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી હતી. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓઢવમાં 4.5 ઈંચ, રખિયાલમાં 4 ઈંચ વરસાદ.મેમ્કોમાં 3.5 ઈંચ, વિરાટનગરમાં 3.2 ઈંચ વરસાદ, નિકોલમાં 3 ઈંચ, નરોડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો, વટવા અને રામોલમાં 2.4 ઈંચ અને દૂધેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર કલાકના સરેરાશ માત્ર 2 ઈંચ વરસાદમાં જ પૂર્વ અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ થતાં કમરસુધીના ભરાયા પાણી છે.

તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...