Wednesday, June 24, 2026

અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રકાશમાં આપ્યું છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ પ્રશ્ન છે કે, આવા લોકોમાં ખુલ્લેઆમ હત્યા જેવો ગુનો કરવાની હિંમત આવી ક્યાંથી? પોલીસ અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સાર્થક નથી?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે રાત્રે કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી નીતિન પટણી નામના યુવકનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ આ શખ્સો નીતિનને મેઘાણીનગરમાં લઈ ગયા અને ત્યાં તેની ધારદાર હથિયારો વડે હત્યા કરી દીધી. આ ઘટના દરમિયાન આસપાસના લોકો આ લોહિયાળ ખેલના સાક્ષી બન્યા, અને કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.વાયરલ થયેલા વીડિયોમાં 7થી 8 શખ્સો નીતિન પર હુમલો કરતા જોવા મળે છે.આ સમગ્ર મામલે અત્યારે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

લોહિયાળ ગેંગવોરના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે કાગડાપીઠ પોલીસે વિજય, શૈલેષ અને પૂનમ પટણી નામના 3 આરોપીની ધરપકડ કરી છે. ફરાર આરોપીઓને પકડવા પાંચ ટીમ બનાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...