Tuesday, September 29, 2026

તહેવારોને લઈને AMCનું ફૂડ વિભાગ હરકતમાં, જાણીતા દાસ ખમણનાં બે યુનિટ સીલ

spot_img
Share

અમદાવાદ : તહેવારો ધીરે-ધીરે નજીક આવી રહ્યાં છે ત્યારે AMCનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ, ફરસાણ અને બેકરીના એકમો ઉપર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં જાણીતા એવા દાસ ખમણની બે બ્રાંચ સીલ કરી દેવાઇ છે. જેમાંથી ટોટલ પોલર કમ્પાઉન્ડ એટલે કે TPCનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવ્યું છે. 25 ટકા TPC સામે દાસ ખમણના ફરસાણમાં 60થી 80 ટકા TPC જોવા મળ્યું છે. એકના એક તેલમાં વારંવાર વાનગીઓ તળવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMCના ફૂડ વિભાગની કાર્યવાહીમાં તેલની ગુણવત્તા સહિતની ચીજોની તપાસ કરતાં દાસ ખમણની બોડકદેવ અને દાણાપીઠ બ્રાન્ચમાં એક જ તેલમાં વારંવાર ફરસાણ તળાતું હોવાથી બંને એકમ સીલ કરાયા હતા. તેલની TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ) 60-80 જેટલી ઊંચી હતી. 13 દિવસમાં જ મ્યુનિ.એ 103 ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા, જેના રિઝલ્ટ આવવાના બાકી છે. 228 એકમમાં તપાસ કરી 154 કિલો ખોરાક અને 67 લિટર તેલવાળા પદાર્થનો નાશ કરી 9 હજાર વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...