અમદાવાદ: અમદાવાદમાં ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો યુવકને ભારે પડ્યો. મોબાઇલ પર વાત કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા યુવક બાઇક પરથી રોડ પર નીચે પટકાયો હતો. આ ઘટના પાછળથી આવી રહેલી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગઈ હતી. સદનસીબે યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓવરબ્રિજ પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલો યુવાન એકદમ બેદરકારી દાખવીને વાહન ચલાવી રહ્યો છે. તે ઓવરબ્રિજ પસાર કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો છે અને આ દરમિયાન જ તે મોપેડ પરથી કાબૂ ગુમાવી દે છે અને ઊંધેકાંધ નીચે પટકાય છે.
હેલ્મેટ જીવનરક્ષક છે પરંતુ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #trafficpolice #helmet pic.twitter.com/MeGt03jXJ3
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) October 18, 2025
આ સમગ્ર ઘટનાનો વીડિયો કારના ડેશકેમમાં કેદ થયો હતો અને હાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઓવરબ્રિજ પર અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન મોપેડ લઈને જઇ રહેલ યુવક મોબાઈલમાં મથી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યો છે. ત્યારે આ યુવક અચાનક રોડ પર પટકાય છે જેનો વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હેલ્મેટ જીવનરક્ષક છે પરંતુ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.”


