Sunday, March 1, 2026

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ આગામી 28મીએ અંબાજી જવા પ્રસ્થાન કરશે

spot_img
Share

અમદાવાદ : દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ જાય છે. માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતમાં જુનામાં જુના સંઘ તરીકે ગણના થાય છે એવા નવા વાડજના વ્યાસવાડી પગપાળા સંઘ પદયાત્રીઓ અને બાવન ગજની ઘજા સાથે આદ્યશક્તિને આરાધવા આગામી તા.28-8-22 ને રવિવારના રોજ સવારે 6-00 કલાકે વ્યાસવાડી ચાર રસ્તાથી અંબાજી માટે પ્રસ્થાન કરશે. આ અગાઉ સંઘ દ્વારા આયોજીત ધજાપૂજન તા.27-8-22 ને શનિવારના રોજ સાંજે 5-00 કલાકે રાખેલ છે, તો દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે નમ્ર અપીલ છે.

જો આપ દ્વારા સંજોગાવસાત અંબાજી સુધી પદયાત્રા કરી શકતા ના હોય તો પણ સપરિવાર…આદ્યશક્તિનાં બાવન ગજની ધજા અને માતાજી બિરાજમાન થયેલા એવા રથને વિદાય આપવા નવા વાડજના વ્યાસવાડી ચાર રસ્તાથી રોનક પાર્ક સોસાયટી, કૃષ્ણનગર, જય જલારામ સોસાયટી,સ્વામીનારાયણ મંદિર, જુહુ પાર્ક, ભાવસાર સોસાયટી, નીલ કોમ્પલેક્ષ સુધી પુરક પદયાત્રા કરવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

આ અગાઉ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2004 માં 600 સેવકો દ્વારા નવા વાડજ વિસ્તારની તમામ 25 શાળાના ધો.1 થી 4 ના 7500 બાળકો માટે બટુક ભોજનનું આયોજન કર્યુ હતું. તેમાં તમામ બાળકોને વોટરબેગ ભેટ આપવામાં આવેલ.ત્યારબાદ વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2006 માં નવો રથ બનાવવાનું આયોજન કર્યુ હતું. નવા રથ માટે 4000 થી વધુ લોકો સહભાગી બની 3,05,000 રૂા.ની ભેટ આપી હતી.

વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા વર્ષ-2008 માં નવા વાડજ વિસ્તારના લોકોને સહભાગી બનાવવાના હેતુથી મોટી ધજા બનાવવાનું વ્યાસવાડી પગપાળા સંઘે આયોજન કરેલ, જે ધજાનો કુલ ખર્ચ રૂા.97,454/- થયેલ. જેમાં કુલ ખર્ચ પ્રમાણે એક વ્યક્તિ પાસેથી રૂા.5-00 ભેટ પેટે સ્વીકારી 19,491 વ્યક્તિઓે સહયોગ આપેલ. આ ધજા જે તે વર્ષે વિશ્વની મોટામાં મોટી ધજા સાબિત થઈ હતી, સમગ્ર ભારતમાં માત્ર એક જ એવી ધજા છે જે અંબાજી મુકામે અંબાજી મંદિરમાં પૂજાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...