Saturday, April 25, 2026

નવાવાડજ સર્કલે ભારત માતાનું 3500 કિલોગ્રામ વજનનું 15 ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે, 60 લાખ મંજૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વોર્ડમાં આવેલ નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 3500 કિલોગ્રામ વજન ધરાવતુ બ્રોન્ઝ મટીરીયલમાંથી બનાવાયેલુ સ્કલપચર મુકાશે.આ સ્કલપચરની ઉંચાઈ 15 ફૂટ હશે. રુપિયા 60 લાખના ખર્ચથી નવા વાડજ સર્કલ ડેવલપ કરાશે. હાલ સ્કલપચર મુકવા માટે ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવાવાડજ વોર્ડ ઓફિસ સામે આવેલ નવાવાડજ સર્કલ ખાતે મ્યુનિ.15 ફૂટની ભારત માતાની 3500 કિલોગ્રામ વજનની કાંસ્યની પ્રતિમા મૂકશે. આ સર્કલ પર અંદાજે 60 લાખના ખર્ચે આ પ્રતિમા તૈયાર કરાવાશે. આગામી 6 મહિનામાં આ કાસ્ય પ્રતિમા સાથેનું સર્કલ તૈયાર થઇ જશે.ધારાસભ્ય તથા વોર્ડના કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી સર્કલ ડેવલપ કરવા ઉપરાંત ભારત માતાનુ સ્કલપચર મુકવા કોન્ટ્રાકટર આશિષ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી અપાઈ છે.સ્કલપચરનુ જે વજન નકકી કરાયુ છે તેને ધ્યાનમાં રાખીને હાલ છ ફુટ સુધીનુ ફાઉન્ડેશન તૈયાર કરાઈ રહયુ છે. ભારત માતાની પ્રતિમા મુકવા અંગે થયેલી રજૂઆત બાદ તંત્રએ મંજૂરી આપી છે. ભારત માતાની આ પ્રતિમા કાસ્યમાંથી બનેલી અને 15 ફૂટ ઊંચી તથા 4 ફૂટનો બેઝ ધરાવતી હશે. 6 ફૂટના ફાઉન્ડેશનમાં પ્રતિમા ઊભી કરાશે.

નવા વાડજ સર્કલ ડેવલપ કરવા તેમજ સ્કલપચર મુકવાની કામગીરી છ મહિનામા કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવાની રહેશે.અમદાવાદમાં આટલી ઉંચાઈ અને વજન ધરાવતુ આ પ્રકારનુ પહેલુ સ્કલપચર હશે એમ જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ શહેરમાં અનેક સ્થળે ઓલિમ્પિક સહિતના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...