Monday, June 8, 2026

નવા વાડજમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો !

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પશુ પ્રત્યેની ક્રૂરતાની એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. નવા વાડજ વિસ્તારમાં એક પત્થર જેવા હૃદયના યુવકે નિર્દોષ બિલાડીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજની સહજ હાઈટ્સની બાજુમાં આવેલા AMCના ખાલી પ્લોટમાં બે યુવક અને એક બાળક એક્ટિવા લઈને આવ્યાં હતાં. આ લોકો તેમની સાથે એક સફેદ કલરનો કોથળો લાવ્યા હતા. આ કોથળામાં એક બિલાડી હતી. એક યુવકે આ કોથળાને પહેલા જમીન પર પછાડ્યો હતો. એ બાદ બિલાડીને કોથળામાંથી બહાર કાઢી હતી અને બિલાડી ઉપર એક બાદ એક મોટા પથ્થર ઉપાડી ફેંક્યા હતા.આટલેથી ન અટકતા, વિકૃત માનસ ધરાવતા યુવકે બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી.અંતે, લોહીલુહાણ હાલતમાં તરફડતી બિલાડી પાસે બેસીને યુવકે વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા.

આ સમગ્ર ઘટના બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. વીડિયોમાં એક્ટિવાનો નંબર સ્પષ્ટ દેખાતો હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં સરળતા રહી હતી.વીડિયો અને પુરાવાઓના આધારે વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. એક્ટિવા નંબરના આધારે પોલીસે મુખ્ય આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી છે. અને બી.એન.એસ.ની કલમ 325 તથા પશુ ક્રુરતા સંરક્ષણ અધિનિયમ (Prevention of Cruelty to Animals Act)ની કલમ 11(1)(એલ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વાડજ પોલીસે રાહુલ દંતાણી નામના યુવકની ધરપકડ કરી છે. જે વાડજના મહાદેવનગર ઓડાના મકાનમાં રહે છે. ગઈકાલે આરોપીએ સહજ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક બિલાડીને પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જે અંગેના વિડીયો સામે આવતા એનિમલ વેલ્ફેર સંસ્થાના વોલેન્ટિયર્સે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક્ટિવાના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ 1960ની કલમ અને બીએનએસની કલમ 325 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી રાહુલ દંતાણીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, જે બિલાડીને તેણે મારી નાખી હતી. તે બિલાડી તેણે અને તેના બ્લોકના લોકોએ પાળી હતી. પરંતુ બે દિવસ પહેલા રાહુલની ગર્ભવતી પત્ની બિલાડીને દૂધ પીવડાવવા માટે ગઈ હતી. તે સમયે બિલાડીએ તેની પત્નીને ઇજા પહોંચાડતા ડોક્ટરે તે ઈજાને ગંભીર જણાવી હતી, જે વાતનો ગુસ્સો રાખી પોતાની પાલતુ બિલાડીને જ કોથળામાં પૂરી ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી મોત નીપજાવ્યું હતું. જેનો વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધી રાહુલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વાડજ પોલીસે બિલાડીને મારી નાખનાર રાહુલની ધરપકડ કરી પરંતુ વીડિયોમાં તેની સાથે દેખાઈ રહેલા અન્ય બે યુવકોની આ ગુનામાં કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી બિલાડીના મોત માટે જે કારણ જણાવી રહ્યો છે. તે કારણ કેટલું સાચું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. કારણ કે બનાવની પ્રાથમિક તપાસમાં બિલાડી કબૂતરોને મારી નાખ્યા હોવાની વાત સામે આવી હતી. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...