Friday, April 24, 2026

કાંકરિયા કાર્નિવલમાં 1-લાખથી વધુ લોકો એકત્ર થતા તમામ ગેટ બંધ, સુરક્ષાના ભાગરૂપે મહત્ત્વનો નિર્ણય લેવાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર હોવાના કારણે અમદાવાદ શહેરમાં યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ તથા ક્રાઉડ મેનેજમેન્ટ માટે વ્યાપક અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે જાહેરમાં ભારે ઘસારો અને ભીડનો દબાણ વધતાં, નાગરિકોની સલામતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કાંકરિયા તળાવ ખાતે યોજાતા કાંકરિયા કાર્નિવલમાં 1 લાખથી વધુ લોકો એકત્ર હોવા હોવાથીતમામ સાતેય પ્રવેશદ્વારો (ગેટ) એન્ટ્રી માટે અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી.કાર્નિવલના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી ભીડ નિયંત્રણ કરવાની તૈયારી કરવામાં આવી છે. ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે

25 ડિસેમ્બરે શરૂ થયેલ કાર્નિવલ કાર્નિવલ આગામી 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. આજે ત્રીજા દિવસે કાંકરિયામાં 1 લાખથી વધારે લોકો આવી પહોચ્યાં છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભીડ વધી ગઈ છે અને આ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે કાંકરિયાના સાતેય દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

આયોજનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં આ વખતે, AMC એ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા 5,000 કરોડનું સુરક્ષા કવચ લીધું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ કવર માટે આશરે રૂપિયા 4 લાખનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે, પરંતુ વીમા કંપનીના નિયમો અને શરતોએ આ સમગ્ર વીમા કવરેજને વિવાદમા મૂકી દીધું છે. નિયમ પ્રમાણે કાર્નિવલ દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો ફક્ત તે મુલાકાતીઓ જ વીમા દાવા માટે પાત્ર બનશે જેમની પાસે સત્તાવાર પ્રવેશ ટિકિટ છે.

જ્યારે બીજી બાજુ હકીકત એવી છે કે કાંકરિયા કાર્નિવલ નાગરિકો માટે સંપૂર્ણપણે મફતમાં યોજવામાં આવે છે, અને કોઈ પ્રવેશ ટિકિટ આપવામાં આવતી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...