Monday, June 8, 2026

અમદાવાદમાં બાળકોની સાથે બાળક બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાયરલ થઈ તસવીરો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત કરી લીધી હતી. જેથી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું કે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના બાળકો માટે ખુબ સુંદર અને સંવેદનાપૂર્ણ પહેલ શરૂ કરી છે, ‘રમશે બાળક, ખીલશે બાળક’. આ પહેલ અંતર્ગત, આંગણવાડીઓના બાળકોને રમકડાઓનું વિતરણ તેમજ તેમની સાથે મનોરંજન પ્રવાસ કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10 વાગ્યે અમદાવાદના એસ.જી. હાઇવે ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં પહોંચ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ વિધાનસભાની આંગણવાડીનાં બાળકો દર શનિવારે એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતાં હોય છે ત્યારે આજે નાનાં બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

ફન બ્લાસ્ટ ખાતે પહોંચ્યા ત્યારે નાનાં બાળકો દ્વારા બે હાથ ઊંચા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફન બ્લાસ્ટ ગેમ ઝોન ખાતે જમ્પિંગથી લઈને નાની રમતોમાં મુખ્યમંત્રી સાથે રહ્યા હતા અને બાળકોને ખૂબ મજા કરાવી હતી ફન બ્લાસ્ટમાં મુખ્યમંત્રી આજે આંગણવાડીનાં બાળકો સાથે સમય વિતાવવા પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા. ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો, તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, બાળકોની કાલીઘેલી ભાષા.. તેમની આંખોમાં જોવા મળતું વિસ્મય.. દેશ દુનિયા અંગે જાણવાની તેમની જીજ્ઞાસા.. આ અનુભવ મારા માટે અવિસ્મરણીય બની રહેશે. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો આ પહેલ હેઠળ જુદા જુદા વિસ્તારોમાં જઈ બાળકોના જુના રમકડા એકત્રિત કરીને આંગણવાડીઓના બાળકોને આપવાની સેવા પ્રવૃત્તિ કરે છે. તમારા બાળક ન રમતા હોય તેવા જૂના રમકડા તમે પણ આંગણવાડીના બાળકોને ચોક્કસ આપશો.

વધુમાં કહ્યું કે, આ નાનકડા ફૂલોના મુખ પર જોવા મળતું સ્મિત એ બહુ મોટી મૂડી છે. તેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. બાળક સાથે સમય વિતાવ્યાં બાદ તેમણે આ અનુભવ શેર કર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક વખત આવા કાર્યક્રમોમાં જતા જોવા મળતા હોય છે. આજે પણ મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...