Thursday, April 23, 2026

જુના વાડજના રામાપીરના ટેકરા પર ગેસ રિફિલિંગ કરતા બે ઝડપાયા, 93 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા પર વાડજ પોલીસની ટીમે દરોડો પાડીને ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતા ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. વાડજ પોલીસની ટીમે સ્થળ પરથી ગેસ રીફીલિંગના સાધનો અને ગેસની નાની મોટી 21 રીફીલની બોટલો સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જુના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા સેક્ટર 5 પાછળ ખુલ્લી જગ્યામાં બે શખ્સ ઘર વપરાશના ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ઘર વપરાશના ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરતા હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ડાંગરને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા મયુર રાવત (રહે. રામ કોલોની, નવા વાડજ) અને કાનજી પરમાર (રહે. ભરવાડવાસ, નવા વાડજ)ને ઝડપી લીધા હતા.

સ્થળ પરથી પોલીસને 21 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.બંને શખ્સો એક સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી ગેસ સિલિન્ડરનું બુકીંગ ધરાવતા 19 ગ્રાહકોની બુકીંગ સ્લીપ પણ મળી હતી. જેથી પોલીસે તમામ ગેસની બોટલો સહિત 93,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વાડજ પોલીસે મયુર રાવત અને કાનજી ઉર્ફે બળવંત પરમાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે વાડજમાં આવેલી ગેસ એજન્સીમાંથી ગ્રાહકોને ડીલેવરી થાય તે પહેલા સિલિન્ડરનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસની ચોરી કરીને ડુપ્લીકેટ સીલ ફરીથી લગાવી દેતા હતા. આમ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને ચોરી કરેલો ગેસ ખાલી સિલિન્ડરમાં ભરીને બજારમાં બમણી કિંમતે વેચાણ કરતા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...