Monday, October 12, 2026

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

spot_img
Share

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાવભીનું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ પીએમ મોદી VIP ગેસ્ટહાઉસમાં સોમનાથ ટ્રસ્ટથી બેઠક પૂર્ણ કરીને હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે આવ્યાં હતાં. દિગ્વિજય દ્વાર પાસે સાધુ સંતોએ પીએમ મોદીનું અભિવાદન પણ કર્યું હતું. ત્યાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિર પરિસર ‘મોદી મોદી’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. પીએમ મોદીએ અહીં ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.

સોમનાથ ખાતે પીએમ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે ડ્રોન શૉ યોજાયો, આ ડ્રોન શોની અદ્ભૂત તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ જોડાયા હતાં. અત્રે નોંધનીય છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદરી પરિસરમાં ડભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો.

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ જોવા મળ્યાં હતાં.

આજે રાત્રે સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં વિશ્રામ કર્યા બાદ, આવતીકાલે વહેલી સવારે વડાપ્રધાન સોમનાથ દાદાના વિશેષ પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ અનેક લોકકલ્યાણના પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોમાં હાજરી આપશે.સોમનાથ નગરીમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. ઠેર-ઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સાથે આ ‘સ્વાભિમાન પર્વ’ સુવર્ણ અક્ષરે લખાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...