Friday, September 18, 2026

રાણીપમાં હિટ એન્ડ રન : કારની ટક્કરે એક્ટિવા સવાર દંપતિ ફંગોળાયું, બ્રિજ નીચે પટકાતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો હચમચાવી દેતો બનાવ બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાતે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને એક કારચાલકે ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેમાં પતિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે, તો પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ચાંદખેડામાં જનતાનગરમાં આવાસ યોજનાના મકાનમાં રહેતો કિશન વછેટા નામનો 28 વર્ષનો યુવક પત્ની કોમલ સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતો હતો. આ દરમિયાન બલોલનગરબ્રિજ પર કિશનના એક્ટિવાને એક ફોર-વ્હીલરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની ટક્કર બાદ પતિ બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો.અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જ્યારે કિશનનાં પત્ની કોમલને કમરના ભાગે ઇજા થઈ હતી. બ્રિજ પરથી નીચે પટકાવાને કારણે કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન કિશનનું મોત થયું છે. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...