Friday, April 3, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે ખેલ કરતા 120 એકમો સામે FIR

spot_img
Share

મદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઈન્સ્ટાગ્રામ,ફેસબુક, ટ્વીટર(X) સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે.આ તમામ એકાઉન્ટ અમદાવાદથી અને આસપાસથી ચાલતા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક એકાઉન્ટ દ્વારા કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામાં આવે છે.AI મારફતે પણ ફોટો બનાવી સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને લોકોને છેતરાવામાં આવી રહ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે દ્વારા સોશિયલ મીડિયામાં મોનીટરીંગ કરીને છેલ્લા ત્રણ મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન કેટલાક એકાઉન્ટ ખોટા હોવાનું પણ સામે આવ્યું હતું જે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી પૈસા પડાવતા હતા.

મહત્વનું છે કે મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં આવા 120 જેટલા એકાઉન્ટ સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિઓ પણ ફરિયાદ ન કરતા હોવાનું સામે આવતા પોલીસે આ અંગે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...