Friday, September 18, 2026

12 ફેબ્રુઆરીએ ફરીથી બેંકોની હડતાળ, જાણો બેંકો ખુલ્લી રહેશે કે બંધ, કરોડોના વ્યવહારો ખોરવાય તેવી શક્યતા

spot_img
Share

અમદાવાદ : 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમારે બેંક અથવા સરકારી ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો તેને પહેલા જ પુરું કરી લેવું વધુ યોગ્ય રહેશે. આ હડતાળ લગભગ 10 મોટા ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં AITUC, CITU, HMS અને સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.12મીએ હડતાળ પહેલા 11 ફેબ્રુઆરીએ આશ્રમ રોડ પર બેન્ક એમ્પ્લોયી અને ટ્રેડ યુનિયનનો રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે.

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC એ 12 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા હાલના 29 શ્રમ કાયદાઓને બદલે 4 નવા લેબર કોડ અંગેની તાજેતરની સૂચના અને શ્રમજીવી વર્ગ પર વધતા હુમલાઓના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે.આ હડતાળ પાછળ ઘણા કારણો છે. ટ્રેડ યુનિયનો સરકારના નવા મજૂર કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે

ચાર નવા મજૂર કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો કેટલાક વેપાર કરારોને ખેડૂત હિતોના વિરુદ્ધ ગણાવી રહ્યા છે. ઉપરાંત, વધતી મોંઘવારી, બેરોજગારી, મનરેગા બજેટમાં ઘટાડો અને જૂની પેન્શન યોજના (OPS) ફરી શરૂ કરવાની માંગ પણ આ હડતાળના મુખ્ય મુદ્દાઓ છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધ અને બેંકોમાં 5 દિવસના સપ્તાહની માંગ પણ કરવામાં આવી રહી છે.

AIBEA, AIBOA અને BEFI જેવા ઘણા મોટા બેંક કર્મચારી સંગઠનોએ હડતાળને ટેકો આપ્યો છે. જોકે 12 ફેબ્રુઆરીએ બેંકો સંપૂર્ણ રીતે બંધ નહીં રહે, પરંતુ કેટલીક સેવાઓ પર અસર પડી શકે છે. કેટલીક જગ્યાએ રોકડ ઉપાડ, ચેક ક્લિયરિંગ અને કાઉન્ટર સર્વિસમાં વિલંબ થઈ શકે છે, જ્યારે ઓનલાઈન અને નેટ બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.

હડતાળને કારણે કેટલાક રાજ્યોમાં બસ અને ટ્રક સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે મુસાફરીમાં વિલંબ થઈ શકે છે. મોટાભાગના બજારો અને દુકાનો ખુલ્લા રહેવાની શક્યતા છે અને હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને ફાર્મસીઓ જેવી કટોકટી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. તેથી, જો કોઈ તાત્કાલિક બેંકિંગ કામ હોય, તો તેને એક દિવસ પહેલા પૂર્ણ કરવું વધુ યોગ્ય રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...