Saturday, May 30, 2026

નારણપુરામાં ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, 87% થી વધુ સભ્યોની સંમતિ સાથે પ્રક્રિયા તેજ

spot_img
Share

અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ સભા અને સભ્યોના પ્રચંડ પ્રતિસાદ બાદ, સોસાયટીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની 2016ની રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ જરૂરી લાયકાત હાંસલ કરી લીધી છે અને તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જમા કરાવી રિડેવલપમેન્ટની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આકાશગંગા એપાર્ટમેન્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, કુલ 384 સભ્યોમાંથી 13 ફેબ્રુઆરી 2026 સુધીમાં 335 સભ્યોએ રિડેવલપમેન્ટ માટે લેખિત સંમતિ આપી દીધી છે. જે કુલ સભ્ય સંખ્યાના 87.24% જેટલી થાય છે. જ્યારે બાકીના સભ્યો પણ સૈદ્ધાંતિક રીતે સહમત છે, પરંતુ વારસાઈ કે વેચાણ ટ્રાન્સફરની પ્રક્રિયા બાકી હોવાથી તેમની સહીઓ પેન્ડિંગ છે. નોંધનીય છે કે, 15 ડિસેમ્બર 1988ના પત્ર અનુસાર અહીંના 15 ફ્લેટ દૂરદર્શનને ફાળવવામાં આવ્યા હતા. જાે તેમની ગણતરી પણ સામેલ કરવામાં આવે તો સંમતિનો આંકડો 91.15% સુધી પહોંચે છે. વિદેશમાં વસતા સભ્યોએ પણ નોટરાઈઝડ એફિડેવિટ દ્વારા પોતાની સંમતિ મોકલી આપી છે.આમ જાેવા જઈએ તો કુલ 87.24% સંમતિ આગામી સમયમાં 100% સુધી પહોંચી નવી ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરશે તેવી આશા સોસાયટીના રહીશો સેવી રહ્યા છે.

સોસાયટીના એક અગ્રણીના જણાવ્યા મુજબ, ચેરમેન સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં તમામ રહીશો એકમત ધરાવે છે, તમામ રહીશો એસોસિયેશન સાથે છે, રિડેવલપમેન્ટની તમામ પ્રક્રિયા પારદર્શક રીતે શરૂ કરવામાં આવી છે, જે જાળવી રાખવામાં આવશે તો વિના વિધ્ને સમગ્ર રિડેવલપમેન્ટની પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડશે.

તમને જણાવી દઈએ કે નારણપુરામાં આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટની વિશેષતા એ છે કે તેની સ્થાપના (01.04.1988) થી લઈને આજ સુધી તેનો ઉપયોગ માત્ર રહેણાંક હેતુ માટે જ કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી 2026ની જનરલ સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે, રિડેવલપમેન્ટ બાદ પણ અહીં કોઈપણ પ્રકારની કોમર્શિયલ કે ધંધાકીય પ્રવૃત્તિને પરવાનગી આપવામાં આવશે નહીં, જેથી સોસાયટીનું શાંતિપૂર્ણ અને કૌટુંબિક વાતાવરણ જળવાઈ રહે.

આ ઉપરાંત સોસાયટીના સભ્યોએ પર્યાવરણ પ્રત્યે પણ પોતાની જાગૃતિ દર્શાવી છે. 1988-90 દરમિયાન અહીં વાવવામાં આવેલા 200થી વધુ વૃક્ષો આજે ઘટાદાર બની ગયા છે, જેના કારણે સોસાયટી અત્યંત રળિયામણી લાગે છે. રિડેવલપમેન્ટ પ્રક્રિયા દરમિયાન આ પર્યાવરણીય વારસાને નુકસાન ન પહોંચે અને વૃક્ષો જળવાઈ રહે, તેવી ખાસ ભલામણ સત્તાધીશોને કરવામાં આવી છે.

આ ઉપરાંત એસોસિએશને સત્તાધીશોને વિનંતી કરી છે કે ભૂતકાળમાં HP Cost અંગે થયેલા પત્રવ્યવહારને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં રહીશોને મહત્તમ વળતર અને લાભ મળે તે દિશામાં ર્નિણય લેવામાં આવે. આમ, દાયકાઓ જૂની આ સોસાયટી હવે નવા રંગ-રૂપ સાથે આધુનિકતા તરફ ડગ માંડવા રિડેવલપમેન્ટ માટે સજ્જ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...