Thursday, September 17, 2026

અમદાવાદ એરપોર્ટ પર ફિલ્મી ઢબે પેટમાં સોનાની 3 સોનાના કેપ્સ્યુલ છુપાવીને લાવનાર યુવક ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ અબુ ધાબીથી આવેલા એક ભારતીય મુસાફરના પેટમાંથી લાખોની કિંમતનું સોનું ઝડપી પાડીને સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઈટ (નંબર 3L 111)થી આવેલો ‘શાહરુખ’ નામના મુસાફર પર કસ્ટમ્સને શંકા ગઈ હતી. ‘APIS પ્રોફાઇલિંગ’ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ તેને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ, કડક પૂછપરછ સામે મુસાફરે કબૂલાત કરી હતી કે તેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યુલ્સ ગળીને છુપાવી છે.

આરોપીની કબૂલાત બાદ કસ્ટમ્સ વિભાગે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી હતી. ત્યારબાદ મુસાફરને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેડિકલ તપાસ અને એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ મુસાફરના શરીરમાંથી કુલ 4 શંકાસ્પદ ગોળાઓ બહાર કાઢવામાં આવ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે, રિકવર કરાયેલી વસ્તુઓમાંથી 3 પીળા રંગની નળાકાર કેપ્સ્યુલ્સમાં 24 કેરેટ શુદ્ધ સોનું હતું, જેનું કુલ વજન 135.200 ગ્રામ નોંધાયું છે. જ્યારે ચોથી વસ્તુ લોખંડનો ગોળો હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત અંદાજે રૂ. 21,89,564/- આંકવામાં આવી છે. એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...